મોરબી એસપી કચેરીમા ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓને મીઠાઈ આપી મહિલા દિવસની ઉજવણી કરાઈ

મોરબી: આજે ૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. દરબાર તથા એસઓજી પીઆઈ એન.આર. મકવાણાના હસ્તે મોરબી એસપી કચેરીમા ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓને ગીફ્ટ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.