મોરબીમાં 132 ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના નવલખી નજીક આવેલ શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

મોરબી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જયપાલભાઇ લાવડીયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાજપાલસિંહને બાતમી મળી હતી કે, મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ખાતે રહેતા ધવલ રાયધનભાઇ કોઠીવાર પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે આરોપી ધવલ કોઠીવારના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-132 (કુલ કિ.રૂ. 86,172)ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે હાલ આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.