માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં 2018માં આરોપી પ્રદીપભાઇ હરીભાઇ ફડકે (રહે.મકાન નં.1260/2 કપાડશેમ, શિરોડા, પોંડા નોર્થ ગોવા) પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી.કલમ 70 મુજબનુ વોરન્ટ ઇશ્યુ કરેલ હોય અને આરોપી પ્રદીપભાઇ ફડકે ગુનાના કામે નાસતો ફરતો હોય જે આરોપી તેના શિરોડા ગામ પોંડા નોર્થ ગોવા ખાતે આવેલા તેના રહેણાંક મકાને હાજર હોવાની મોરબી પોલીસે બાતમી મળી હતી. જે આધારે સ્ટાફ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી પ્રદીપભાઇ ફડકે મળી આવ્યો હતો. આરોપીને પુછપરછ અર્થે મોરબી ખાતે લાવી મજકૂર આરોપીને પ્રોહીબિશનના ગુનાના કામે હસ્તગત કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી કરવા સોપી આપેલ હતો.




