મોરબીના જાંબુડિયા ગામની સીમમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં બેલ સેનેટરી કારખાના નજીકથી આરોપી જલાભાઈ સિંધાભાઈ ગોલતર (રહે.ત્રાજપર), નવલભાઈ દિનેશભાઈ પાટડીયા (રહે.ત્રાજપર), રમેશભાઈ પરસોતભાઈ સારલા (રહે.નવા જાંબુડિયા) અને જીવણભાઈ રૂપાભાઈ ભરવાડિયા (રહે.નવા જાંબુડિયા) વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 1510 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.