મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલા જીલ્લા ટ્રાફિક શાખાએ મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે THE MOTOR VEHICLES (DRIVING) REGULATIONS-2017 માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા આ અધિનિયમની કલમ-૬ માં જોગવાઇ કરવામાં આવેલ છે.
જેથી મોરબી જીલ્લામાં તા.7 માર્ચથી તા.16 માર્ચ સુધીની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા સારૂ ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી ને.હા રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે. તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્રારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધ સારૂ એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્રારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય.




