મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાંથી એકાદ મહિના પૂર્વે સગીરાને ભગાડી જનાર શખ્સને તાલુકા પોલીસે બોટાદ જિલ્લામાંથી સગીરા સાથે શોધી કાઢી સગીરાને તેના માતાપિતાને સોંપી આપી આરોપીને અટકાયતમાં લીધો હતો.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામેથી ગત તા.1 ફેબ્રુઆરીના રોજ વાડી વિસ્તારમાંથી મધ્યપ્રદેશનો વતની આરોપી સિલદર ઉર્ફે સિરધાર બોદરાભાઈ બધેલ સગીરાનું લગ્નની લાલચે અપહરણ ક૨ી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે હ્યુમન અને ટેક્નિકલ સોર્સ મારફતે તપાસ કરી આરોપીને સગીરા સાથે બોટાદ જીલ્લાના ધંધુકા તાલુકાના દેવગણા ગામની સીમમાંથી ઝડપી લઈ સગીરાને તેના માતાપિતાને સોંપી આપી આરોપી વિરુદ્ધ પોસ્કો એકટની કલમ સહિત ગુન્હો નોંધી તપાસ શરૂ ક૨ી છે.




