મોરબીના બેલા (રંગપર) ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી ઝડપી પાડી છે. અને આશરે 70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ ખનીજ વિભાગ અધિકારી જે.એસ.વાઢેર દ્વારા ખનીજ ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. જેથી મોરબી રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરી, માઇન્સ સુપરવાઈઝર વિરપાલસિંહ જાડેજા, સર્વેયર નિલેશ પટેલ સહિતનાએ મોરબીના બેલા (રંગપર) ગામે ગેરકાયદેસર થઈ રહેલ ખોદકામ પર રેડ કરવામાં આવી હતી. જેમાં એક ટાટા હિટાચી તથા રમેશ મેરૂભાઈ કરોતરા (રહે.બેલા)ને સાદી માટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ અને ડમ્પર નં.GJ36-V-2268ને સાદી માટી ખનીજ ભરી વહન કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશનને મુકાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.




