મોરબીના વિદ્યુતનગરમાં પ્રૌઢનો ગળાંફાસો ખાઈ આપઘાત

મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુતનગરમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી તપાસની ગતિવિધિ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબી-2 વિદ્યુત નગરમાં રહેતા રાજુભાઇ મેરાભાઇ ધંધુકીયા (ઉવ.50)એ કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો મૃતક રાજુભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે સમગ્ર મૃત્યુના બનાવમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.