વાંકાનેર : રાતી દેવળી ગામે વીજ જોડાણ કાપી નાખતા ઉશ્કેરાયેલા શખ્શોનો વીજ કર્મી ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે વીજ બિલ નહિ ભરનાર ખેડૂતનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ વીજ કર્મચારી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

વાંકાનેર વીજ કચેરીમાં ફરજ બજાવતા મૂળ બોટાદના વતની અને હાલમાં ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે રહેતા હરપાલસિંહ નિર્મલસિંહ ગોહિલ ઉ.38 નામના વીજ કર્મચારીએ આરોપી મહમદફરીદભાઈ ઉસ્માનભાઈ કડીવાર, કડીવાર ગુલાબમોયુદીન આહમદભાઈ તથા આરોપી કડીવાર યુસુફભાઈ આહમદભાઈ (રહે.રાતીદેવરી) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ વીજબીલ ભરતા ન હોવાથી વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી અમારું કનેક્શન કેમ કાપ્યું કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.