મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ સત્કાર રેસીડન્સી, સતનામ હાઈટ્સ ખાતે આગામી તારીખ 15 માર્ચને શનિવારના રોજ રાત્રે 9 કલાકે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ આઈ શ્રી ખોડિયાર રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામદેવપીરના જીવન ચરિત્રને સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. તો આ રામામંડળમાં પધારવવા આયોજક ચંદુભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા તથા દિપકભાઈ ચકુભાઈ અમૃતિયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




