મોરબી: સમગ્ર દેશ અને ગુજરાતમાં ધામધૂમ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ક્યાંક પરંપરાગત ધુળેટી મનાવાય રહી છે તો ક્યાંક ડીજે અને રેઇન ડાન્સ સાથે યુવાધન હિલ્લોળે ચડ્યું છે. ચારેબાજુ અલગ અલગ કલરથી વાતાવરણ રંગમય થઈ ગયું હોય એવો માહોલ સર્જાયો છે.
ત્યારે મોરબીમાં સરકારી અધિકારી અને કર્મચારીઓએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી હળવદ ધાર્મિક ડોબરીયા, મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડીયા, તથા જિલ્લા રેવન્યુ કર્મચારી મિત્રોએ સાથે મળીને જિલ્લા કલેક્ટર કચેરી મોરબી ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.






