મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 12 વર્ષ અગાઉ છેતરપીંડી/ વિશ્વાસઘાતના ગુન્હામાં મહેશકુમાર અંજનીસીંગ (રહે.લોહર પશ્ચિમ તા.જી.સુલતાનપુર ઉત્તરપ્રદેશ)વાળાને અંતે મોરબી એલસીબી/
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે મળેલ બાતમી આધારે આરોપી મહેશ કુમાર અંજનીસીંગ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક હોવાની બાતમી મળી હતી. જેથી મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ આરોપીને ઝડપી લેવા રવાના થય હતી. ત્યારે નાની ચિરઈ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે ક્રિષ્ના આઈ માતા હોટલ સામેથી આરોપી મહેશકુમારને પોલીસે ઝડપી પાડ્યો હતો.
આમ મોરબી પોલીસે 12 વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશકુમારને અંતે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા, વી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આઈ.પટેલ, બી.ડી.ભટ્ટ, સહિત એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જોડાઈ હતી.



