માળીયા(મી) તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) ગામે ખેતરમાં ઉતારેલ જીરાના પાકમાંથી આશરે બે મણ જેટલું જીરું સળગાવી નાખવામાં આવ્યું હતું. જ્યારે આ બનાવ અંગે માળિયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ માળીયા(મી)ના સુલતાનપુર(વિદ્યાલનગર) ગામે રહેતા રતીલાલભાઈ નરશીભાઈ દસાડીયાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી જયસુખભાઈ જયંતીભાઈ સીસણોદા (રહે.સુલતાનપુર) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલે તા.17ના રોજ સુલતાનપુર ગામની સીમમાં આવેલ વરૂરડી માતાજીના મંદિર પાસે આવેલ ખેતરે આરોપી જયસુખભાઈએ ફરીયાદીના ખેતરમાં જીરાનો પાક ઉતારી સેરા નાની ઢગલી કરેલ હોય જે સેરામાંથી આશરે આઠ સેરા આશરે બે મણ જીરૂ કિં રૂ 8,000 પાકને નુકશાન કરવાના ઇરાદે સળગાવી દીધેલ હોય, હાલ ખેતર માલીક રતિલાલભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા સહિતની કામગીરી શરૂ કરી છે.



