મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર 2મા આવેલ જે.કે.કલોક પાર્ટ્સ નામના કારખાનમાં કામ ક૨તા અને ત્યાંજ રહેતા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિકાસ રામમિલન સરોજ ઉ.29 નામનો યુવાન સૂતો હતો ત્યારે છાતીમાં દુઃખાવો થવા લાગ્યા બાદ બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.



