વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા ગામમાં નોકરી કરતા શિક્ષક ધર્મેશભાઈ પટેલ દ્વારા આજરોજ તેમના જન્મદિવસે બાળકોને શૈક્ષણિક કીટ તથા ભેળનો નાસ્તો કરાવવામાં આવ્યો.બાળકોએ પણ તેમનું ભવ્ય રીતે સ્વાગત અને જન્મદિવસની ઉજવણી કરી. જેમાં ભારતીય પરંપરા મુજબ કેક નહીં પરંતુ દીવો પ્રગટાવી તેમના જન્મદિવસને ઉજવ્યો. આ તકે નવા કોઠારીયા શાળા પરિવાર વતી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી.



