મોરબી: રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસે એકશન મોડમાં આવી છે. અને ગુન્હાહિત પ્રવૃતિઓ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોરબી પોલીસ પણ અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરી રહી છે.
ત્યારે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીએ અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના કરી હતી. જેથી મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ એન.એ.વસાવા તથા તેમની ટીમે મોરબીના સામાકાંઠે 9 ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલ દિનેશ ચૌહાણના ઘરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે તેમના ઘરની તપાસ દરમિયાન વીજ કનેકશન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તાત્કાલિક વીજ વિભાગને બોલાવી વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જ્યારે વધુમાં દિનેશ ચૌહાણે પોતાના મકાનનું બાંધકામ પણ ગેરકાયદેસર કરેલ હોવાનું ખુલતા નોટીસ ફટકારવામાં આવી હતી. આ કામગીરી પીઆઈ એન.એ.વસાવા તથા બી ડિવિઝન પોલીસ તેમજ વિજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.



