ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચના હેઠળ તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ સ્ટેશન સંયુક્ત વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેવા કે, પ્રોહીબિશન બૂટલેગર, એમ.સી.આર.વાળા ઇસમો તથા એચ.એસ. તથા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોને પોલીસ મથકે બોલાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તથા ગેરકાયદેસર પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવેલ અને આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે જાણકારી મેળવવામાં આવેલ હતી.



