ક્રીડા ભારતી મોરબી દ્વારા કબડી સ્પર્ધાનું આયોજન

પ્રભુ શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મોરબીના યુવાનો શારીરિક રીતે સશક્ત બને તેમજ મોબાઈલ માંથી બહાર આવી મેદાન તરફ વળે એ માટે ક્રીડા ભારતી મોરબી નગર દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા અંડર 14 તેમજ અંડર 17 એમ બે કેટેગરીના યુવાનો માટે રાખવામાં આવેલ છે. તારીખ 16/04/’22ને શનીવારના રોજ મોરબીના સામા કાંઠે આવેલ કેસર બાગ ખાતે સવારે 08:00 થી 01:00 દરમિયાન આ સ્પર્ધા યોજાશે

મોરબીની દરેક શાળાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્રીડા ભારતી મોરબી દ્વારા આમંત્રિત કરવામાં આવેલ છે. વિજેતા ટીમને પ્રોત્સાહક પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાની વધુ માહિતી માટે ક્રીડા ભારતી મોરબીના મંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ઝાલા (મો. 90337 00003)નો સંપર્ક કરી શકો છો તેમજ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 13/04/’22 રહેશે. ફોર્મ જમા કરાવવા માટેનું સ્થળ પ્રગતિ ક્લાસીસ, વી સી ટેકનિકલ હાઇસ્કૂલની બાજુમાં રહેશે. ફોર્મ જમા કરાવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવો. મો.નં. 98799 74363