મોરબીની સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓ માટે આવતીકાલે શનિવારના રોજ તા.22-3-2025 રાત્રે 9:00 કલાકે અયોધ્યાપુરી મેન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં રામ નવમીનો ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવાનો હોય એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય રામ જન્મ ઉત્સવ નિમિત્તે હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ આયોજનના ભાગરૂપે 22 માર્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકમાં યોગ્ય સમયે બધા જ સનાતનની હિન્દુ ભાઈઓ-બહેનોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
