વાંકાનેર : યુવરાજસિંહ જાડેજાને ધરપકડ મુક્ત કરવા રાજપૂત સમાજ તેમજ કરણી સેનાની માંગ

યુવરાજસિંહ જાડેજા ઉપર કરવામાં આવેલ ખોટા કેસો પરત લેવામાં આવે તેમજ તેમને તાત્કાલિક ધરપકડમાંથી મુક્ત કરવા વાંકાનેર રાજપૂત સમાજ તેમજ કરણી સેનાએ આવેદન પત્ર પાઠવી સરકારને રજુવાત કરી.

યુવરાજસિંહ જાડેજા અઢારે વર્ણના વિધાર્થીઓના સારા ભવિષ્યમાટે લડતા હતા,યુવરાજસિંહ જાડેજા એ સરકારી ભરતીઓમાં થતા પેપર કૌભાંડો ને બહાર લાવી સરકારી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી છે તેમ છતાં આજે તેમના પર ખોટા કેસો કરી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાબત ખરેખર ખૂબ જ નિંદનીય છે.-રાજભા ઝાલા(કરણી સેના વાંકાનેર તાલુકા પ્રમુખ)

વિદ્યાર્થી આગેવાન તરીકે અનેક ભરતી કૌભાંડો બહાર પાડનાર યુવરાજસિંહ જાડેજા પર ગંભીર કલમો લગાડી તેમની ખોટી રીતે ફસાવી ધરપકડ કરી લેવાત સમસ્ત રાજપૂત સમાજ,કરની સેના તેમજ અન્ય સમાજ દ્વારા પણ સરકારની સખત ટીકા થઈ રહી છે. ત્યારે આજરોજ વાંકાનેર સમસ્ત રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી યુવરાજસિંહ જાડેજા પર ૧૧૪,૩૦૦ અને ૩૩૨ ની કલમો હેઠળ ખોટા કેસો પરત લેવામા આવે અને તાત્કાલિક તેમને ઘરપકડમાંથી મુકત કરવામાં આવે તે બાબતે રજુવાત કરવામાં આવી હતી.

પ્રેસ અહેવાલમાં વાંકાનેર કરણી સેના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર સિંહ ઝાલા (ટોલનાકા વારા) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતી અને પેપરલીક કૌભાંડોના પુરાવા યુવરાજસિંહ જાડેજા એ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી લાખો યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવેલ અવાજને કારણે બિન સચિવાલય કલાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની ફરજ સરકાર ને પડી હતી. સેકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેઓ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક નાગરિક તરીકે વિદ્યાથીઓને ન્યાય અપાવવા લડત આપતા રહ્યા છે.

આપણા રાજયના યુવાઓના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ જાડેજા ગુજરાત સરકારની મદદ કરે છે. તેથી તેમને ન્યાય આપી સરકારે સાચા ગુનેગારોને પકડી યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે લગાવેલ ૧૧૪,૩૦૭ અને ૩૩૨ જેવી કલમો -હટાવી તેમને ધરપકડમાથી મુકત કરવામાં આવે.એ બાબતે વાંકાનેર સમસ્ત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહી આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.