વાંકાનેરના પીપળીયા રાજ ગામે આર્થિક ટેન્શનમાં યુવાને ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેરના પીપળીયા રાજ ગામે વાડીની ઓરડીમાં આર્થીક ટેન્સનમાં આવી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વાંકાનેરના પીપળીયા રાજ ગામની સીમમાં યાશીનભાઈ હુશેનભાઈ ભોરણીયાની વાડીમાં રહેતા રૂપસિંગ કીરુંભાઈ ભુરીયાને પોતાના વતનમાં મકાન ચોમાસામાં પડી ગયેલ હોય અને અને નવું મકાન બનાવું હોય તેની પાસે રૂપિયા ન હોય જેથી ટેન્શનમાં રહેતા હોય આર્થીક સંકળામણના કારણે કપાસમાં છાટવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.