મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ ટંકારા વિસ્તાર માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ગુના કરવાની ટેવ વાળા માથાભારે ઇસમ રોહિત નાનજીભાઈ ફાગલીયા (રહે. વાછકપર ટંકારા)એ કરેલ ગેરકાયદેસર વીજ જોડાણ ચેક કરવાં રાજકોટ પીજીવિસીએલ રોણકી સડીના જુનિયર ઈજનેર ડી.બી.પરમાર તથા ટંકારા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધારવામાં આવેલ હતું. જેમાં ગેરકાયદેસર જોડાણ મળી આવતા આસામી વિરુદ્ધ ઇલેક્ટ્રિકસીટી એક્ટ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વીજ ચોરી નોં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં ટંકારા પોલીસ મથક પીઆઈ કે.એમ.છાસિયા તથા ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડાયેલ હતો.



