મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા કવિ સંમેલન વીરરસ તથા હાસ્યરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ “રાયગઢ કિલ્લા” શિવાજી મહારાજ મહાનાટક મેદાન, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે આજે તારીખ 23 માર્ચને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, અમદાવાદ તથા ગાંધીનગરના કવિગણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



