મોરબીના ગાળા ગામ નજીક ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફ્ટી ટેન્કમા પડી જતા યુવાનનું મૃત્યું

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સિરામિક કારખાનાની અંદર સેફ્ટી ટેન્કમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગ્રેસર્ટ સીરામીક કારખાનાના જવાબદાર માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ રાજકોટ 150 ફિટ રીંગ રોડ શાસ્ત્રીનગર શેરી નં.11 માં રહેતા જયંતિભાઈ દુદાભાઈ લઢેરએ આરોપી ગ્રેસર્ટ સીરામીક કારખાનાના જવાબદાર માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદિના દીકરા અજયને ગ્રેસર્ટ સીરામીક કારખાનાના જવાબદાર માણસે કોઇપણ પ્રકારની સેફ્ટી અને સલામતીના સાધનો આપ્યા વગર બેદરકારી દાખવી ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફ્ટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી એડીકોન સીરામીક કારખાનાની સેફ્ટી ટેન્કમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા હોય તે દરમ્યાન સેફ્ટી ટેન્કમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.