મોરબી: સમગ્ર ભારતમાં શહીદ દિન નિમિત્તે ભારતની આઝાદીના સાચા હીરો અને દેશ માટે હસતા મોં એ ફાંસીએ ચઢનાર શહીદોને યાદ કરવામાં આવે છે. ત્યારે મોરબીના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન-સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયા દ્વારા આજે શહિદ દિવસ નિમિતે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ તથા લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તથા તેની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પ્રતિમાને સ્વચ્છ કર્યા બાદ પુષ્પાંજલી અર્પણ કરી શહીદોની ખુમારી અને દેશ દાઝને યાદ કરી અજય લોરીયાએ નાગરિકોને આઝાદીના મૂલ્યો જાળવવા અને રાષ્ટ્રવાદના પગલે દેશ અને સમાજને ઉપયોગી રહેવા આહવાન કરાયું હતું.


