મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા જ ધારાસભ્ય અને સાસંદની બાદબાકી ??

મોરબી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 26 માર્ચના રોજ મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આવી રહ્યા છે. આ વેળાએ કરોડોના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. કાર્યક્રમને આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોશ્યલ મિડિયામાં ફરી રહેલા એક પોસ્ટરમાં મોરબીના ધારાસભ્ય અને સાસંદસભ્યની અવગણના કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ત્યારે ભાજપમાં ફરી આંતરિક વિવાદ હોય તેવું સામે આવ્યું છે. હાલ સોશ્યલ મિડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુસ્વાગતમના પોસ્ટર વાયરલ થય રહ્યા છે. જેમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા કચ્છ-મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડાની આ પોસ્ટરમાં બાદબાકી કરી દેવામાં આવી છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતશાહ, જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, પરસોત્તમ રૂપાલા, જયંતિભાઈ રાજકોટીયા, પુર્વ સાસંદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો સમાવેશ છે. ત્યારે ધારાસભ્ય અને સાસંદસભ્યનો ફોટોમાં સમાવેશ નહિં કરાતા ભાજપમાં શું આંતરિક વિવાદ છે તેવું હાલ આ પોસ્ટર પરથી ચર્ચાઈ રહ્યું છે.