મોરબી: દર વર્ષે 24 માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ ટી.બી. મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાવી છે, જેને સાકાર કરવા તા. 24 માર્ચ, 2025ના રોજ વિશ્વ ક્ષય દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે આજા 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા તથા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.



