મોરબીના સરતાનપર રોડ ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરની સેન્સો ચોકડી શીવાભાઈ ના રૂમમાં ભાડેથી રહેતા રાજેશભાઈ કમલસીંગ જાટવએ આરોપી ટ્રક રજીસ્ટર નં.RJ07-GE-2827 વાળા ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દીકરો જીતુ (ઉવ-19) ફરીયાદીના કબ્જાવાળું મોટરસાઈકલ રજી. નં-GJ36-Q-9863 વાળુ ચલાવીને જતો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી.નંબર-RJ-07-GE-2827 વાળૂ ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી તે રીતે ચલાવી મોટરસાઈકલને સામેથી ઠોકર મારી ફરીયાદીના દીકરાને અકસ્માતમા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



