વાંકાનેરમાં 6 વર્ષથી લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. જેથી તેમની સુચના અને પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી.

તે દરમિયાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલ લૂંટના ગુન્હાનો આરોપી નિતેષ બ્રીજલાલ શુકલા નાગપુર ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી વાંકાનેર સીટી પોલીસ ટીમે આરોપી નિતેષ બ્રીજલાલ શુકલા રહે-આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ વાળાને નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ત્યારે છેલ્લા 7 વર્ષથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં વાંકાનેર સીટી પોલીસ ટીમને સફળતા મળી છે.