મોરબીના અગાઉ થયેલ અદાવતનો ખાર રાખી યુવક પર પાંચ શખ્શોએ ધોકા, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ ફરિયાદ પરથી ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ પર ગીતામીલ સામે ન્યુ જનક સોસાયટી શેરી નં.03 મકાન નં-67 માં રહેતા ઇરફાન મોહમદભાઈ પરમારએ આરોપી સીકંદર (રહે. વીશીપરા), લાલો (રહે.પંચાસર રોડ), વિશાલ કોળી (રહે. કાલીકા પ્લોટ), રેનીશ પાયક (રહે.લાતી પ્લોટ મોરબી), તથા અકરમ શાહમદાર (રહે. મકરાણીવાસ)વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ સાથે અગાઉ ફરીયાદીના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે થયેલ અદાવતનો ખાર રાખી આરોપીઓ અલગ અલગ મોટરસાયકલ લઈને આવી ફરીયાદીને પોતાના કૌટીંબિક ભાઈ શાહરૂખ વિશે પુછતા બોલાચાલી થયેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદીને જબરદસ્તી તેના મોટરસાયકલ પર બેસાડી આરોપી લાલાની દુકાન પાસે લઈ જઈ આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે મારમારી તથા છરી વડે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



