મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ એડવોકેટ દિપક પરમાર નજરકેદ..!

મોરબી: આજે 26 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીને દલિત સમાજના પ્રશ્નોને લઈ એડવોકેટ દિપક પરમાર રજૂઆત કરવા માટે જવાના હોય, પરતું અગાઉ જ તંત્રના આ અંગેની જાણ થતાં એડવોકેટ દિપકભાઈ પરમારને તેમના આમરણ ખાતે આવેલ ઘર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. અને હાલ ત્યાં પોલીસ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.