મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ મોરબી કોંગ્રેસના આગેવાનો થયા નજરકેદ

આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા જ મોરબીના કોંગ્રેસ આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ વિજયભાઈ કોટડીયા, ભરતભાઈ વ્યાસ, અમુભાઈ હુંબલ, દેવેન્દ્રસિંહ, લલીતભાઈ કાસુન્દ્રા, મિલનભાઈ સોરીયા, સાજનભાઈ વિલપરા, પરેશભાઈ શેરસીયા, બળવંતભાઈ ધુમલીયા સહિતનાઓને હાલ મોરબી પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.