મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડે તેના મીત્ર સાથે છેતરપીડી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ વિરુધ્ધ નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતાં આ ગુનામાં આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ હતો.
જેમાં આરોપી નં.1 તરફે મોરબીના યુવા વકીલ સુરેશ આર.વાધાણી અને મીતરાજસિંહ જાડેજા તથા આરોપી નં.2 તરફે યુવા વકીલ આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં. જેમાં બંન્ને આરોપીઓના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની ચીફ કોર્ટ દ્રારા આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે જાડેજા, સુરેશ આર.વાધાણી તથા બી.સી.વૈપ્નાણી રોકાયેલ હતાં.




