મોરબી : ગુજકેટ પરીક્ષા સંદર્ભે મોરબી અધિક કલેક્ટરનું જાહેરનામુ

પરીક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

આગામી તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

        આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં એસ.વી.પટેલ કન્યા વિદ્યાલય, ધ વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ, શ્રી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, નિર્મળ વિદ્યાલય, સેન્ટ મેરી હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય મોરબીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં સવારના ૧૦-૦૦ થી બપોરના ૧૬-૦૦ કલાક દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં. કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં.

પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ,  ટેબલેટ,  કેલ્ક્યુલેટર વાળી ઘડિયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો લઇ જવા નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.