સ્થાનિક તંત્ર ઉઘતું ઝડપાયું, ચાર NGOએ બાળ મજૂરને મુકત કરાવ્યાં
મોરબીમાં સીરામીકની અનેક ફેકટરીઓ આવેલ છે જેમાં અનેક રાજ્યના લોકો કામ રહી રહ્યા છે મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ રામેશ ગ્રેનાઈટો નામની ફેકટરીમાં 20 બાળ મજૂરો કામ કરતા હતા જેને મુક્ત કરવામાં ચાર NGO એ મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે સ્થાનિક તંત્ર ઉઘતું રહ્યું અને NGO એ આ કામગીરી કરી છે હાલ 20 મજૂર માં 17 યુવકો અને 3 યુવતી છે જેમાં ઓડીસા, મધ્ય પ્રદેશ અને ગુજરાત ના હોવાનું માહિતી મળી છે
હાલ તો આ એકજ ફેકટરીમાં બાળ મજૂર ઝડપાયા છે પણ ખરેખર સરખી તપાસ કરવામાં આવે તો અનેક આવી ફેકટરીમાં બાળ મજૂર કામ કરતા જોવા મળી શકે તેમ છે
આ બનાવ અંગે NGO દ્વારા બાળ મજૂરની માહિતી ભેગી કરીને બાળ મજૂરને કામ પર રાખનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે