મોરબી-હળવદ હાઇવે ઉપર ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે એક ટ્રક ચાલકે અચાનક ટ્રકને વળાંક વાળી લઇ અકસ્માત સર્જતાં ચરડવા જઈ રહેલા બે મિત્રોને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-હળવદ હાઇવે ઉપર ઉંચી-નીચી માંડલ ગામ નજીક શિવ પેટ્રોલપંપ નજીક GJ10-TY-6284 નંબરના ટ્રક ચાલકે અચાનક ટ્રકને વળાંક વાળતા GJ13-BJ-1087 નંબરના બાઇકને સામેથી હડફેટે લીધું હતું. આ અકસ્માતને કારણે બાઈક ચાલક સુરેન્દ્રનગરના રહેવાસી ઇમરાન અબ્દુલભાઇ ભટ્ટી અને અને તેમના મિત્ર અલરખાભાઈ હનીફભાઈ ભટ્ટીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં બન્ને મિત્રો ચરડવા ખાતે તેમના મિત્રને ત્યાં જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે ઇમરાનભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.



