હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ હતી. જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી 10 ના ગેરકાયદેસર દુકાન, મકાન, હોટેલ ડિમોલેશન કરવામાં આવેલ તેમજ PGVCL દ્વારા કુલ આરોપી 8 વિરુધ્ધમાં રોકડ દંડ રૂ.11,95,000 જેટલો કરવામાં આવેલ છે.



આજે પણ વ્યાજવટાવ તથા મારામારી/ લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમો બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા (રહે.હળવદ માર્કેટ યાર્ડની સામે હળવદ) વાળાના રહેણાંક મકાનમાં કુલ જમીન આશરે 669 ચોરસ મીટર કિ.રૂ.11,37,300 ના મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા (રહે.ગામ ઘનશ્યામપુર તા. હળવદ) વાળાએ સરકારી કુલ જમીન આશરે 4046 ચોરસ મીટર કિ.રૂ.69,99,580 ની જમીન પર કબ્જો કરેલ જે ખાલી કરી મિલ્કત અંગે જે તે લગત વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

