માળીયા મીયાણા તાલુકાના મોટીબરાર ગામે સુરાપુરા દાદાના મંદિર પાછળ તીનપત્તીનો જુગાર રમતા કીશોર મગનભાઇ ખંડોલા (રહે. મોટી બરાર), પ્રભાત મેણંદભાઇ ડાંગર (રહે. જશાપર), દેવદાન નરસંગભાઇ કાનગડ (રહે. જશાપર), પરબત ખીમાભાઇ ચાવડા (રહે.મોટીબરાર) એભલ ભવાનભાઇ ડાંગર (રહે. મોટીબરાર) ગોરધન શામજી બોરીચા (રહે. મોટીબરાર)વાળાને રોકડ રકમ રૂ.6,380ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ મહેશભાઈ ડાંગર (રહે. મોટીબરાર) વાળો નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
