માળીયા (મીં) નેશનલ હાઇવે રોડ ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમને માળીયા પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એકનું નામ ખૂલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
માળીયા (મિંયાણા) નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી કિયા સેલટોસ કાર જેના રજીસ્ટર નં. GJ-39-CB-5430 વાળીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ડેનીમ 30 ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ 240 (કિ રૂ.2,69,220) તથા કિયા સેલટોસ ગાડી (કિં.રૂ.10,00,000) તથા એક મોબાઇલ (કિ.રૂ.5000) મળી કુલ રૂક12ર74,220ના મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીટ (રહે. હાલ જશોદાનગર તા-ભચાઉ જી કચ્છ) તથા બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઈ ખીટ (રહે-હાલ-ચીરઈ તા-ભચાઉ જી-કચ્છ)વાળાને માળિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને ઝડપાયેલ ઈસમની પૂછપરછમાં દેવા બાવાજીએ માલ આપ્યો હોવાનું ખુલતા પોલીસે તમામ ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનહો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.



