મોરબી : સિરામિક કારખાનામાંથી સગીરાનુઅં અપહરણ કરનાર ઝડપાયો

મોરબી તાલુકાના લખધીરપુર રોડ આવેલ ફેમ સિરામિક કારખાનામાંથી સગીરનું અપહરણ કરનાર ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સિરામિક કારખાનામાંથી એક સગીરાને ભગાડી જનાર સાહુલ ઉર્ફે સાહિલ દયારામ લોદી (રહે. ઉતરપ્રદેશ)વાળાને તાલુકા પોલીસની ટીમે સુરતના પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી પકડી લઈ તથા ત્યાંથી ભોગ બનનારને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસ મથકે લઈ આવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.