અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળક ના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રો માં ૧૬ સંસ્કાર ની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર માન જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે
તારીખ ૪-૪-૨૦૨૫ ના રોજ મોરબી-૨ ઘટક ના નવા જાંબુડિયા ગામે સાત હનુમાન મંદિર નવા જાંબુડિયા જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું સાત હનુમાન મંદિર સાનિધ્ય માં આયોજન કરેલ જેમાં મોરબી જિલ્લા ના જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી ગોજીયા રમીલાબેન, અનું.જા મોરચા ના પ્રમુખ હસમુખભાઈ ખારા, સરપંચ નવા જાંબુડિયા રમેશભાઈ, મેડીકલ ઓફિસર લાલપર રાધિકાબેન, લાલપર મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન તેમજ ગામના આગેવાન ગણો હાજર રહેલ.



આ કાર્યક્રમ માં સગર્ભા મહિલા ના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત લાલપર સેજની આશરે ૪૦ સગર્ભા મહિલા લાભાર્થી ને અઠવાડિયા માં એક વાર તેમ ૩ મહિના સુધી સુખડી અને ખજુર આપવાની હોય તે હેતું થી સરપંચ રમેશભાઈ , હશ્મુખભાઈ ખરા અને ભુપતભાઈ મહારાજ દ્રારા સુખડી, ખજુર અને નાસ્તાનું સગર્ભા મહિલા ઓ ને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે
