મોરબીના જેતપર ગામેથી ગુમ થયેલ બાળકી મળી આવી

મોરબી તાલુકાના જેતપર ગામે માતાજીના માંડવામા આવેલ હળવદના મુનાભાઈ ગોલતર નામના માલધારી પરિવારની 4 વર્ષ 10 મહિનાની ઉંમરની માસુમ બાળકી ભાગ લેવા માટે ગયા બાદ ગુમ થય ગય હતી. ગુમ થયા બાદ મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલે તાત્કાલિક ધોરણે બાળકી ક્યાંય જોવા મળે તો તાલુકા પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ ટીમને બાળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીકથી બાળકીને શોધી કાઢી હતી.