વાંકાનેર તાલુકાની રાતાવીરડા પ્રાથમિક શાળામાં ધોરણ 8નાં વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 5 થી 8ના બાળકોએ આ કાર્યક્રમમાં અલગ અલગ ડાન્સ અને ગીત રજૂ કર્યા હતા. ધોરણ 8 નાં બાળકોએ પોતાના જુના સંસ્મરણોનાં પ્રતિભાવો રજૂ કર્યા હતા.
શાળા તરફથી બાળકોને સ્મૃતિચિન્હ રૂપે વિદાયપત્ર તથા હિનાબેન તરફથી બધા જ બાળકોને તેની સમૂહ ગ્રુપની ફોટો ફ્રેમ ભેટમાં આપવામાં આવી. આ કાર્યક્રમના અંતે આચાર્યશ્રી તરફથી આશીર્વચનો પાઠવી ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળા પરિવાર વતી કાર્યક્રમની પૂર્ણાહુતી પછી ધોરણ 8 નાં તમામ બાળકોને હોટલમાં સ્વરૂચી ભોજન માટે લઇ જવામાં આવ્યા હતા તથા બાળવાટિક થી ધોરણ 7 સુધીનાં બાળકોને MDM સંચાલક કોટકભાઈ તરફથી પફ સેન્ડવીચ આપવામાં આવી હતી.




