મોરબી: ગત તારીખ 10 એપ્રિલ 2025 ના રોજ વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી હોમિયોપેથીક મેડિકલ એસોસિયેશન મોરબી જીલ્લા દ્વારા ડૉ.સતીષ જૈન કોન્ફરન્સ હોલ ખાતે કરવામા આવેલ હતી.
દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથીક દિવસ ની ઉજવણી હોમિયોપેથીકના સર્જક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મદિવસના અનુસંધાને કરવામા આવે છે. ઉજવણી માં ડો સેમ્યુઅલ હનેમન ની જન્મ જયંતિ નિમિતે એસોસિયેશનના પ્રતિનિધિઓ તેમજ સદસ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. ત્યારબાદ એસોસિયેશનના સેક્રેટરી ડૉ.સુરેશ વિડજા દ્વારા હોમીયોપેથીના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ તેમજ લોકો માટે હોમીયોપેથી શા માટે જરૂરી છે તેની જાણકારી આપી હતી.




