ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા મોરબી જિલ્લાની મુલાકાત કરાઈ

મોરબી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સચિવ ડો.બી.ડી.કાપડીયા દ્વારા મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને લઇને વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરીણામ લાવવા પર ભાર મુકીને માર્ગદશર્ન સાથે જરૂરી સુચનો આપ્યા હતા.

મોરબીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી દ્વારા બાળકોના પુન:વર્સન અને યોજનાકીય કામગીરીની સરાહના કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને બિરદાવવામાં આવેલ હતી. આ સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની મુલાકાત લેતા ચેરમેન રમાબેન ગડારા સાથે કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવેલ તેમજ ન્યુ યેરા ગ્લોબલ સ્કુલનું નિરીક્ષણ કરવામાં આવેલ જેમાં બાળકોઆ શિક્ષણ તથા સુરક્ષાને લઈને સુચનો આપવામાં આવેલ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ.ડી.શેરશિયા બાળ સંભાળ સંસ્થાના કર્મચારીઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબીની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.