મોરબી: ભારતના સંવિધાન નિર્માતા, વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા 14 એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સવારે 9:30 કલાકે મોરબી શહેરના રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. મુખ્ય પોસ્ટ ઓફિસ, નગર દરવાજા ચોક થઈને મહાનગર પાલિકા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી 2:30 કલાકે આ શોભાયાત્રાની પૂર્ણાહુતી કરવામાં આવશે.



મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણ ગ્રંથને હાથીની અંબાડી ઉપર રાખવામાં આવશે. તેમજ દેશી ઢોલના સથવારે મોરબી શહેરના શોભાયાત્રાના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ-મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

