મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રધ્ધા પાર્ક અને યમુના નગર નજીક આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં સરકારી અનાજનો અખાદ્ય જથ્થો આગ લાગેલ કચરાના ઢગલામાં મળી આવ્યો હતો. આગ ઓલવવાની ઘટના સમયે સ્થળ પર જીલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર મોરબી શહેર તથા નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ છે. આ જથ્થાના પેકીંગ પર જથ્થો ૨૦૧૯ ના વર્ષનું હોવાનું ધ્યાને આવેલ હતું.
પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી જથ્થો જણાતા આ બાબતની વિવિધ ટીમો બનાવી તુરંત ઊંડાણ પૂર્વક તપાસ કરતા ઘટના સ્થળેથી આશરે ર કીલોમીટર દૂર એક પ્રાઇવેટ ગોડાઉન માંથી જથ્થો આવેલ હોવાનું મળી આવેલ હતું. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવેલ છે. જથ્થો વર્ષ-૨૦૧૯/૨૦માં આવેલ અતિ વરસાદથી પલળી અખાઘ્ય થયેલ હતો, જેનો નિકાલ કરવા માટે સરકારની નિયત પ્રક્રિયા હાથ ધરી ૯૭૩.૭કિ.વી. જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગર દ્વારા ખરીદવામાં આવેલ હતો. પેઢીના વહીવટ કર્તા નજમાબેન આદિલભાઇ માંડવીયા તથા આદિલભાઇ રફીકભાઇ માંડવીયાએ જથ્થો અત્રેથી મેળવી લીધેલ હતો. ત્યારબાદ આદિલભાઇ રફીકભાઇ માંડવીયાનું ડિસેમ્બર-૨૦૨૦માં અવશાન થયેલ હતું. જેથી જથ્થો સંબંધિત તેમજ ગોડાઉન ખાતે પડી રહેલ હતો.



તાજેતરમાં સદર પેઢીના વહિવટ કર્તાના આદિલભાઇ રફીકભાઈ માંડવીયાના ભાઇ રઉફભાઇ રફીકભાઇ માંડવીયા ગોડાઉન ખાલી કરવા માટે અનાજના જથ્થો ટ્રેકટરોથી નિકાલ કરવા અર્થે યમુનાનગર ખાતે આવેલ સ્મશાનમાં તથા અમરેલી ગામ પાસે ડમ્પ કરાવેલ તેમજ તેઓના ગોડાઉન પર જથ્થો પડી રહેલ જે તે સમયે જથ્થો ખરીદનારે આ જથ્થો ખાતરમાં ઉપયોગ કરવાની બાંહેઘરી આપેલ છે. જેથી વિનય એગ્રી ટ્રેડના હાલના વહિવટદારને આ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહી યોગ્ય પદ્ધતિથી સત્વરે નાશ કરવા તાકીદ આપવામાં આવેલ છે. તેમજ જો આ જથ્થો અન્ય જગ્યાએ હોય તો તે પણ તેને યોગ્ય રીતે નીકાલ કરવા જણાવેલ છે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયા દ્વારા યાદીમાં જણાવાયું હતું.

