વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને અંગ્રેજી દારૂના ગુનામાં સંડોવાયેલા અમીર ઉર્ફે કાળું અબ્દુલભાઇ મોગલ ઉ.વ. 42 રહે. ચંદ્રપુરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની ધરપકડ કરવામાં આવી છે.
આ વેળાએ તેને કેફી પ્રવાહી પીધેલું હોવાનું જણાતા તે મામલે અલગથી કાર્યવાહી કરી તેને ભાવનગર જેલ ખાતે મોકલી દીધેલ છે.



