શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ – શકત શનાળા ( શ્રી સરસ્વતી શિશુમંદિર )ખાતે શૈક્ષણિક વર્ષ 2022 ના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે શુભેચ્છા બેઠકનું આયોજન થયેલ.
આ બેઠકમાં સૌપ્રથમ ધોરણ 10ના આચાર્યો દ્વારા ખૂબ ભાવપૂર્વક જાતે ભોજન બનાવીને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને જમાડયા હતા. ભોજન બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી વાર્તાલાપ કરવામાં આવ્યો.
આ બેઠકમાં માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી દક્ષાબેન અમૃતિયાએ પ્રસ્તાવના રજૂ કરી જેમાં વિદ્યાર્થીઓ સાથેના તેમના અનુભવો શેર કર્યા તેમજ આ વિદ્યાલય એ પ્રકૃતિમાંથી ઉઠાવી સંસ્કૃતિ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે તેવી વાત કરી હતી. ત્યારબાદ ડૉ વિજયભાઈ ગઢીયાએ ધોરણ 10 પછી શું તે અંગે ખૂબ સારી રીતે કારકિર્દી ઘડતર થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતીભાઈ ભાડેશિઆ એ ખૂબ હળવી શૈલીમાં ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી તેમજ વિદ્યાલયના મંત્રી જયંતીભાઈ રાજકોટીયાએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્રનું કાર્ય કરો અને જીવનમાં આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી. અંતે શાંતિ મંત્ર બોલી કાર્યક્રમ પૂર્ણ થયો.