નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું SSC બોર્ડનું ઝળહળતું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાલ તારીખ : 08-05-2025 ને ગુરુવારના રોજ S.S.C ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.

કુલ 275 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 82 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. જયારે 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 17 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી. એકંદરે આવું ઉત્તમ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી અભિનંદન સાથે આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. એકંદરે 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયાં અને સ્કૂલનું પરિણામ 99.64% રહ્યું.